બર્થ ડે
ગાંધી જયંતિ આવી ને તેણે તારો બર્થ ડે યાદ અપાવ્યો,
સદનસીબે તને વીશ કરવાનો સમય મારાથી સચવાયો.
બિલ ગેટ્સ, કોલંબસ, ગાંધી અને શાસ્ત્રી જેવી વિભૂતિઓ
જોડે તેં તારો ‘મંથ ઓફ બર્થ’ શેર કર્યો.
તને શુભેચ્છા પાઠવવાનો પ્રેમાળ વિચાર સ્ફૂર્યો
ને મગજમાં શબ્દોની સરવાણીઓનો ધોધ છૂટ્યો .
‘જેમ શીતળ ચાંદનીનાં મધુર કિરણોમાં
પંકમાં ઉગેલા પંકજની પાંખડી ઉપર
બાઝેલા ઝાકળના બિંદુઓ ચમકી ઉઠે તેમ
તારું પાંસઠમું વરસ
પણ ચમકતું રહે.’
આપણે બંને આ ચાર લીટીમાં સમાયાં છીએ,
ને પાંસઠમાં વરસમાં પહોંચ્યાં છીએ ત્યારે,
આપણી પવિત્ર લાગણીઓ વાળી મૈત્રીનો ગોવર્ધન
એવરેસ્ટ કરતાં પણ ઊંચો ઉઠે એવી કામનાઓ
સાથે...
(પંકજદાંડી)
હું મોદીજી (17/9)
સાથે અને મારી
કવિતાની નાયિકા ગાંધીજી (2/10) સાથે જન્મદિન શેર કરીએ
છીએ. એને એના 64મા જન્મદિનની શુભેચ્છા
પાઠવતી આજની રચના.
No comments:
Post a Comment