Sunday, September 6, 2026

વિશ્વશાંતિ

 

વિશ્વશાંતિ

વિશ્વશાંતિ એટલે વિશ્વના દરેક દેશમાં શાંતિ.

અને તે માટે દરેક દેશમાં વ્યવસ્થાની જરૂર છે.

એ વ્યવસ્થા માટે દરેક ધર્મ અને ઘરમાં સંવાદિતા જરૂરી છે.

એ સંવાદિતા માટે વ્યક્તિના ચારિત્ર્યમાં સૌંદર્ય હોવું જોઈએ

ચરિત્રનું સૌંદર્ય ત્યારે જ આવે જયારે હૃદયમાં પ્રામાણિકતા હોય.

આપણા હૃદયની પ્રામાણિકતા ઉપર તો આપણો જ કાબુ જોઈએ.

જો દરેક વ્યક્તિ પ્રામાણિક તો આપોઆપ વિશ્વશાંતિ.

પરંતુ કુદરતને એ મંજુર નથી.

કારણ કે,

વિવિધતા અને પરિવર્તન એ જ પ્રકૃતિનો નિયમ.

મારે તેની તલવાર અને બળિયાના બે ભાગ કુદરતનો ન્યાય.

આથી જ ક્યારેક લાગે છે કે,

શાંતિ અને સમાનતા એ પ્રકૃતિ વિરુદ્ધની બાબત છે.

અરે ! શાંતિ માટે પણ યુદ્ધની જરૂર છે.

(પંકજદાંડી)

હાલ ગોવામાં SCOની મીટીંગ થઇ, તેમાં વિશ્વશાંતિની વાતો થઇ. પરંતુ મારા મતે વિશ્વશાંતિ ક્યારેય શક્ય નથી. રાવણ વધ પછી કે મહાભારતના યુદ્ધ પછી, બબ્બે વિશ્વયુધ્ધ પછી અને સર્જીકલ સ્ટ્રાઇક પછી પણ એ શક્ય બની નથી. મહાત્મા ગાંધી, વિનોબા ભાવે, નેલસન મંડેલા, માર્ટીન લ્યુથર કીંગ વગેરેના પ્રયત્નોને પણ આંશિક અને માત્ર હંગામી સફળતા જ મળી હતી, જેની ટકાવારી 0.0001 કરતાં પણ ઓછી આંકવામાં આવી છે. હું એક નિષ્કર્ષ પર પહોંચ્યો છું જે આજની રચના સ્વરૂપે પ્રસ્તુત છે.

1 comment: