ચાલો જિંદગીને ગાતાં જઈએ
હતી ગઈકાલે જુવાની ને પરમદિવસે બાળપણ,
છે વર્તમાનમાં સરસ શબ્દ સિનિયર સીટીઝન.
છોડો વાત ગઈ કાલની, એ તો ગઈ,
અરે ભાઈ ! આવતી કાલની ચિંતા શા માટે?
આજને માણીએ વર્તમાનમાં જીવીએ.
ચાલો જિંદગીને ગાતાં જઈએ
મનની વાતો કરતાં જઈએ
જીવનની કવિતા કરતાં જઈએ
નિશ્વાર્થ પ્રેમને પારખતાં જઈએ
મીઠા બોલ બોલતાં જઈએ
નવા સબંધો બનવાતાં જઈએ
શું લાવ્યા હતાં?
શું લઇ જવાનાં??
ચાલો થોડુંક લુંટાવતાં જઈએ
સૌને સાથે લઈને ચાલીએ
જિંદગીની સફર આમ જ ખેડતાં જઈએ
ચાલો હસીખુશીથી જીવીએ
કારણકે હવે ગમે ત્યારે
THE END તો કન્ફર્મ છે.
(પંકજદાંડી)
No comments:
Post a Comment