મેન્ડેટરી ઓવરમાં
ક્યારેક મને પણ હતું, તું મારી બનીને રહીશ,
અને હું પણ તારો થઇ જઈશ.
પણ એ ખ્યાલો તો સ્વપ્ન સાબિત થયા.
હવે જીવન ક્રિકેટની આ મેન્ડેટરી ઓવરમાં,
આપણે એકબીજાને મળી ગયાં છીએ ત્યારે,
આપણે ફરીથી એ જ જૂની યાદોને વાગોળીશું.
તું ક્યારેક રિસાઈ જજે, ને હું તને મનાવવાનો પ્રયત્ન
કરીશ.
અને તું પછી ધીમું સ્મિત રેલાવીને, કોક મીઠી વાત કરી લેજે.
ફરીથી હું તારે માટે રોમેન્ટિક કવિતા લખીશ.
જયારે અંતિમ ઓવરોમાં આપણાં જ આપણો સાથ છોડતાં જશે,
ત્યારે આપણે સાથ નિભાવવાનો ભરપૂર પ્રયત્ન કરીશું.
દૂર રહીને પણ દિલમાં રહીશું.
બસ તું મારી મિત્ર બની રહેજે, અને હું આખેઆખો તારો બની જઈશ.
(પંકજદાંડી)
No comments:
Post a Comment