પત્નીને
આજે તારો
એકસઠમો બર્થ ડે છે છતાં,
તારે જ દરરોજ સવારે વહેલા ઉઠવું પડે છે.
એકતાલીસ વરસના લગ્નજીવન પછી પણ,
તારે જ ગઈ ગઈકાલનાં કડવાં
વેણ ભૂલવાં પડે છે.
તું મમ્મી છે, પત્ની છે, સાસુ છે, બા પણ છે,
કાકી, માસી, ફોઈ, મામી અને વેવણ પણ છે.
અને તારે તો બસ સગપણ જ યાદ રાખવાનું છે,
તારી પોતાની મહેચ્છાઓને મારી નાખવાની છે.
જીંદગી આખીની તારી દોડધામ પગાર વગરની છે,
ઉપરથી ‘પરમેનન્ટ હાઉસવાઈફ’નું લેબલ લાગેલું છે.
દરેકે તને મતલબથી મૂલવી ને સ્વાર્થથી સાધી છે,
વ્યવહારમાં વટાવી ને જવાબદારીમાં ખપાવી છે.
કોઈક વોટ્સએપની પોસ્ટ તને હેરાન કરી ગઈ છે,
તો ક્યારેક ફેસબુકની કોમેન્ટથી તું આંનદીત થઇ છે.
પણ..... હવે...
આજે તને તારો હેપ્પી બર્થ ડે વિશ કરવા શું
કહેવું ?
‘નવું વર્ષ હવે તારું જ હોય’ એથી વિશેષ શું કહેવાય??
(પંકજદાંડી)
થોડા સમય પહેલાં મારા કોલેજના સહાધ્યાયી અને મિત્ર નિકેતન નાયકની
કોમેન્ટ, " હવે ભાઈ ભગ્ન હૃદયથી ' તેને ' માટે તો ઘણું
લખ્યું , સરસ વૈચારિક ને કાલ્પનિક કવિતાઓ રચી હવે એકવાર વાસ્તવિક જીવનસંગીની જે બની છે ' એને ' માટે પણ કાંઈ રચના રચી તો જો ! બંને પક્ષે આનંદ
અને તૃપ્તી થશે “ અને આજે પત્નીના 61મા જન્મદિન
નિમિત્તે આવું લખવાની પ્રેરણા મળી.
No comments:
Post a Comment