મને ગર્વ છે મોદીજી પર
મને ગર્વ છે મોદીજીની કાર્યશીલતા પર, તપ અને
નિષ્ઠા પર.
પોતે જ સાબિત કરેલી શ્રમની પ્રતિષ્ઠા પર,
કઈંક કરી બતાવવાની ધૂન પર.
અંધારામાં પણ પ્રકાશ શોધી લેવાની ખુમારી પર.
પ્રાપ્ત કરેલી ઊંચાઈ પર.
ગર્વ છે તમારી એ મહાનતા પર.
કિસાન, શહિદ, દલિત, પીડિત,
સૌની લાગણીઓ સમજી છે તમે.
ચોકીદારના પણ ચોકીદાર છો તમે.
ચીન ને પાકિસ્તાન સામે જય જવાન છો.
કૃષિ પરિવારના જય કિસાન છો.
આધુનિકતાના જય વિજ્ઞાન છો.
તોંતેરની ઉંમરે ત્રેવીસીનો તરવરાટ છો.
છપ્પનની છાતી સાથે દુશ્મનમાં ખળભળાટ છો.
ચંદ્રયાન લેન્ડીગમાં ઈસરોનું પીઠબળ બન્યા છો.
G-20 માં વર્ડલીડર બનીને ઉભર્યા છો.
તમે જ સાચા અર્થમાં ‘ભારતરત્ન’ છો.
મોદીજી, તમે અમર રહો !
એવી આપને જન્મદિનની શુભેચ્છાઓ.
(પંકજદાંડી)
No comments:
Post a Comment