Sunday, September 6, 2026

દર્દનો એહસાસ

 

દર્દનો એહસાસ

પંકજ, તેં મારે માટે લખેલી પ્રેમકવિતાઓ મને ગમી છે.

તેં મારી આંખ વિષે લખ્યું, હોઠ વિષે લખ્યું,

ચહેરા ને રૂપનાં વખાણ કર્યાં,

મારા અવાજને પણ વખાણ્યો.

પણ તેં મારા હૃદયની વેદનાને ક્યાં વાચા દીધી છે ?

તેં તો સ્કૂલના ક્લાસનો માહોલ લખ્યો,

 પણ મારા હૃદયની ભીની ભીની લાગણીઓનું શું ?

હજુ તો તેં વખાણ જ કર્યાં છે,

પણ તેં એ ભય ક્યાં લખ્યો છે,

 જે તારી ને મારી નજરોને મળતાં અટકાવતો હતો !

હજુ તો તેં મારી નજાકતને લખી છે,

પેલાં કંપનો ક્યાં લખ્યાં છે, જે છુપાવવાં પણ ભારે હતાં !

મારા જીવનની લડાઈ અને ચડાઈનું વર્ણન તો હજુ બાકી જ છે.

જો તેં આ ચાંદનીના દર્દનો એહસાસ કર્યો હોત,

તો તારી કવિતાઓમાં એ દર્દ જરૂર ટપકતું હોત પંકજ.

(પંકજદાંડી)

 

No comments:

Post a Comment