વોટ્સએપ યુનિવર્સીટી
‘એકવીસમી સદીનો વર્તમાન સમય ખુબ બગડી ગયો છે’
એવું કહેવું જેટલું ખોટું છે,
એટલું જ ખોટું,
‘વીસમી સદી સુધીનું બધું જ સારું જ હતું’
એવું માનવું પણ છે.
પૌરાણિક શાસ્ત્રો અને લોકજીવનમાં અનેક ખામીઓ જોઈ શકાય છે.
આધુનિક જ્ઞાન, વિજ્ઞાન, શાસ્ત્ર કે વિદ્યા પણ દોષમુક્ત ન જ હોય શકે.
પણ આજની વોટ્સએપ યુનિવર્સીટીએ તો દાટ વાળ્યો છે.
એ અફવાઓનું મોટું બજાર છે,
ફેક ન્યૂઝનું ફરતું કારખાનું છે.
ભલભલા માણસો એમાં ગોથું ખાઈ જાય છે.
આથી જ,
અનુભવી અને વિવેકી માણસો પુરી કસોટી પછી જ
સોશિયલ મીડિયાની વાત સાચી માને છે.
આ એક એવું પ્લેટફોર્મ છે કે,
જે જગતને જોડવાને બદલે તોડવાનું કામ
વધારે કરી રહ્યું છે.
(પંકજદાંડી)
સરસ
ReplyDelete