પત્ની
જો તુજને બહુ મારે
સૂણી લે ભાઈ ઓ
પ્યારે, પત્ની જો તુજને બહુ
મારે, ગણ્યુંજે
પ્યારું પત્નીએ તેને તું
અતિ ખારું ગણી લેજે.
કિચન ના એઠાં વાસણ
ઘસી લેજે, તોયે અંતરે આનંદ ના ઓછો થવા
દે જે.
ઘરમાં
તારો હિસાબ
નથી કોડીનો, તો
પણ જોબ કરવા જજે રોજ દોડીને .
રહો શાંતિ સંતોષે, સદાયે
પત્ની સેવાએ, દિલનું
દર્દ જણાવો આમ ક્યારેક ફેસબુકે.
વસે જો
ક્રોધ ચિત્તમાં, તેને
કાબુમાં કરી
લેજે, સારા દહાડાની મિથ્યા ભ્રમણા કરી લેજે
.
રહે સ્વસ્થ તન મન
એવી પ્રાર્થના કરી લેજે , ક્યારેક બીયરનો જામ પણ ગટગટાવી જોજે.
કટુ વાણી સુણીને પણ
મીઠી વાણી બોલી લે
જે, ક્યારેક તારી સાસુના (એની
નહીં ) વખાણ પણ કરી
લેજે.
અર્ધાંગીનીના
હાથમાં ગીફ્ટ કાર્ડ પકડાવી, ખીસા
ઉપર થોડો વધુ પ્રહાર
કરાવી જોજે.
સાડી,
સેન્ડલ, સેલ અને
સીરીયલ સિવાય, દુનિયા ઘણી
મોટી છે એવું પણ
કહી દેજે.
પત્ની
સેવા એજ પ્રભુ સેવા
માની, હે પંકજ ! સારા દહાડાની આશમાં મીઠી નીંદર
માણી લેજે.
( પંકજદાંડી )
No comments:
Post a Comment