Friday, February 26, 2016

એક કોલેજ ગર્લના હાથમાં આઈફોન છે,

એક કોલેજ ગર્લના હાથમાં આઈફોન  છે,

નંબર જાણવા કોલેજીયનો ટળવળે છે,

લઇ કોણે દીધો હશે આઈફોન   છોકરીને ?

બાબતે  શરતો લગાવાય રહી છે.

એકટીવા પર જાય તો જુવાનીયા એક્ટીવ થઇ જાય,

બસમાં જાય તો પેસેન્જરો બહેકાય જાય

ગંધ આવી ગઈ છોકરીને જ્યારથી

બની ગઈ પણ સુપર સ્માર્ટ ત્યારથી.

એડ કરી છેએપ’એના  આઈ ફોન માં

તરત દેખાશો તમે  લાઇવ ટેલીકાસ્ટમાં 

આજે છોકરી બિન્દાસ ફરે છે સ્કુટી પર,

પણ હજુય જાનકુરબાન છે એની બ્યુટી પર .


(પંકજદાંડી)

મને પાનખર આભડી ગઈ.

હતી ક્લાસરૂમમાં કન્યા મદહોશ આંખ વાળી,

પછી એજ ત્રાંસી નજરે રહેતી મને નિહાળી

આમ તો ઘણી કન્યા ફ્રેન્ડસર્કલમાં હતી,

પણ સૌ વચ્ચે એક મારા કેન્દ્રમાં હતી.

કરું છું વેદના વ્યક્ત આજે એની,

ભૂલ કરી'તી વર્ષો પહેલાં જેની.

કહેવી  વાત મારે "ઇલુ ઇલુ" હતી

 ને જકડાય ગઈ જીહવા મારી હતી

કંઈક નવીન કરવામાં વસંત વીતી ગઈ,

ને દુર્ભાગ્ય વશ મને પાનખર આભડી ગઈ.

 (પંકજદાંડી)


Wednesday, February 17, 2016

છોડ આયા મૈં...વો ગોકુલ.....


છોડ આયા  મૈં...વો ગોકુલ......(2)
જહાં તેરે સંગ મેં, રાસ હુઆ કરતા થા.
પીછે તેરે મટકે સે, મખ્ખન ચૂરા કરતા થા.
હે તેરે ગીતોં પે, યમુના મુડા કરતી થી.
દેખ તુઝે કર કર કે, ગોપી હંસા કરતી થી.
હંસી તેરી સુન સુન કે, મૈં દૌડા કરતા થા.
છોડ આયા  મૈં...વો ગોકુલ......(2)

જહાં તેરી પાયલકી ધૂન બજા કરતી થી.
સુના હૈ ઉસ ગલીયાં અબ શાંત રહા કરતી હૈ.
ગોપીઓં સે ઘીરી, એક રાધા હુઆ કરતી થી,
કભી કભી  અખિયોંસે વો ભી રુલા કરતી હૈ.
છોડ આયા  મૈં...વો ગોકુલ......(2)


(પંકજદાંડી)

Wednesday, February 10, 2016

ઝટ જાઓ હોન્ડાની કાર લાવો

ઝટ જાઓ હોન્ડાની કાર લાવો

ઝટ જાઓ હોન્ડાની કાર લાવો, ઘરમાં 'નો-એન્ટ્રી' રે....

મને લાગ્યો છે કારનો ચસકો,  ડાર્લિંગ નહિ બોલું રે

હે.....નહિ મળે સેન્ડવીચ અને નહી મળે ફ્રેંચ ફ્રાય ... અંડરસ્ટેન્ડ ?

કાર નહી લાવી દ્યો તો પાડીશ હું હળતાળ રે...ઘરમાં 'નો-એન્ટ્રી' રે…. ઝટ જાઓ

ડોલરના ડખા બધા ને ડોલર ના બહુ ભાવ ... નાવ આઈ અંડરસ્ટેન્ડ !

માંગવાનું તું નહિ છોડે મને છોડાવીશ તું મોન્ટ્રીઅલ રે....ઘરમાં 'દ્યો-એન્ટ્રી' રે....

હું લસાલમાં લંગર નાખું  ને કરું લવાલમાં લહેર,

કાર ચલાવી જાતે ને મારે મ્હાલવું છે મોન્ટ્રીઅલ શે'  રે..ઘરમાં 'નો-એન્ટ્રી' રે

હું વાનકુવર વહી જઈશ, નો કમ બેક ઇન ક્યુબેક, ધીસ ઇસ લાસ્ટ વોર્નિંગ ....

પણ તારી સાથે નહિ રહું, ભલે તું કરીશ નાઈન વન વન રે…. કાર નહિ લાવું રે..

(પંકજદાંડી)


કેમ મારા મીરરમાં દેખાયા તમે?

કેમ મારા મીરરમાં દેખાયા તમે?

કૃષ્ણે પૂછ્યું રાધાને; 'શીદને રિસાયાં તમે ?"

રાધાને ઉત્તર જડયો; કેમ મારા મીરરમાં દેખાયા તમે?

‘ગાંડી તારા મીરરમાં તારોજ ચહેરો દેખાય’,

રાધાની બુદ્ધિ ટૂંકી માની કૃષ્ણ જરા અકળાય,

‘સાચું કહું છું કાના’, રાધા એ દીધો રીપ્લાય,

‘મારા મીરરમાં તમારો ચહેરો કેમ કર્યો એપ્લાય ?’

પ્રીતની આ રીત નિરાળી, ભલે લવ કહો કે રોમાન્સ

આપણા બંને દિલ દીવાના, હવે કોઈનો નથી ચાન્સ


(પંકજદાંડી)