Friday, July 22, 2016

ખોટો

મને સમજ ના ખોટો
દોસ્ત ! મને સમજ ના ખોટો

રાખ્યો છે સ્ક્રીન સેવર પરતારો  ફોટો
કદિ પડવા ના દે મને ખોટો

ફેસબુક પર ફ્રેન્ડશીપ થઇ, ભયો ભયો
દિલ ને દિલ ની દોસ્તી થઇ, ભયો ભયો

અચાનક કેમ અનફ્રેન્ડ કર્યો  ?
બોલ મેં શું ગુનો કર્યો ?

ભગવાન જાણે શું કારણ થયું ?   
દિલ દુખવાનું ભારણ વધ્યું


(પંકજદાંડી)

Monday, July 18, 2016

ગીત કોને માટે લખું છું

ન કરો અનુમાન 

હું ગીત કોને માટે લખું છું,

કી બોર્ડ પર આંગળીઓ

 કોનું નામ લખે છે.

એ તો એજ છે દોસ્તો,

 જે મને હજુય ગમે છે,

બાકી દાંડીના દરિયામાં

 સુરજ તો રોજ નમે છે.


(પંકજદાંડી)

સુખડ


જો દિલથી યાદ કરતી હોય તો
 એકવાર મળી જજે,
મોન્ટ્રીઅલ આવે તો 
અચૂક દર્શન દઈ જજે.

ડિયર હજુ હું હયાત છું,
આવતા સમરમાં 
કદાચ ન પણ હોઉં.

હું નહીં હોઈશ ત્યારે,
શું સુખડના હારથી જ પતાવીશ ???


(પંકજદાંડી)

ગમ પી ગયો


ભેળવી બીયરમાં હું બ્રાન્ડી પી ગયો.

વોડકા ને રમ સાથે હું તારો ગમ પી ગયો.

સ્કોચ ને વીસ્કી પીવડાવે છે મને તારું દર્દ

બાકી મારું તો હું આઈસ વિના જ ગટકી ગયો.


(પંકજદાંડી)

Friday, July 1, 2016

મળવાની મઝા પડી

લેપટોપ પર તને  જોવાની આદત પડી,
ચાલવા વિના પણ મળવાની મઝા પડી.

બેડ વેધર કે સ્નો ની ચિંતા રહી,
ઘરમાં બેસીનેજ ચેટ કરવાની મઝા પડી.

મેલ, ફેસબુક, ને વોટ્સ એપ  વળી,
કી બોર્ડ પર રમવાની મઝા પડી.

સ્ક્રીન સેવર પર તને ફીટ કરી,
સન્મુખ સ્માઈલ કરવાની મઝા પડી.


(પંકજદાંડી)