Friday, July 1, 2016

મળવાની મઝા પડી

લેપટોપ પર તને  જોવાની આદત પડી,
ચાલવા વિના પણ મળવાની મઝા પડી.

બેડ વેધર કે સ્નો ની ચિંતા ન રહી,
ઘરમાં બેસીનેજ ચેટ કરવાની મઝા પડી.

ઈ મેલ, ફેસબુક, ને વોટ્સ એપ  વળી,
કી બોર્ડ પર રમવાની મઝા પડી.

સ્ક્રીન સેવર પર તને જ ફીટ કરી,
સન્મુખ સ્માઈલ કરવાની મઝા પડી.


(પંકજદાંડી)

No comments:

Post a Comment