Tuesday, June 28, 2016

જયારે મેં આંખો બંધ કરી

જયારે જયારે મેં આંખો બંધ કરી છે
કોણ જાણે કેમ તારી તસ્વીર નજરે પડી છે.

હું મોન્ટ્રીઅલ ના મેકડોનાલ્ડ માં છું,
અને તું ટોરોન્ટો ના સી. એન. ટાવર પર.

હું અહી છું, તું ત્યાં છે
પણ હૈયું કેમ હિલોળે ચઢે છે ?

જોજનો ના  અંતર છતાં આકર્ષણ શાને ?
હવે સમજાયુંઝીરો ડિસ્ટન્સછે દિલથી દિલને.

મૌન છે મારી વાચા, પણ બોલે છે મારી કવિતા
વહાવું છું  મારા છુપા પ્રેમની અદભુત સરિતા .

(પંકજદાંડી)

No comments:

Post a Comment