વનપ્રસ્થાશ્રમે પ્રશ્ન અનેક થાય છે,
કરેલા કર્મોના હવે હિસાબથાય છે.
મળે
છે જવાબ જેટલા મને,
પ્રશ્નો એથી પણ ડબલ થાય છે.
નહોતા
જાણ્યા કુકર્મો મારાં સમાજે,
પસ્તાવો હવે અનિદ્રા એ થાય છે.
કેટલો
દુષ્ટ છું હું, એ હું જ જાણું છું,
છેતરવા નો અફસોસ હવે થાય છે.
'સુખમય
રહે ઘડપણ મારું'; એ કહેવા,
ક્યારેક મંદિરના આંટાફેરા થાય છે.
(પંકજદાંડી)
x
No comments:
Post a Comment