Monday, June 20, 2016

આ મારી કહાણી છે

આ મારી કહાણી છે

એક જૂની વાત છે, પણ હજુય મને યાદ છે.
કરવી કોઈ તજવીજ છે, હવે તો ઘરમાં લાવવીજ છે.
નહિ તો હું પણ નહિ, મન મારું માને નહીં.
પપ્પાને પટાવીશ, મમ્મીને મનાવીશ,
પોકેટમની બચાવીશ પણ એને લઇ આવીશ.
અનેક મનોમંથન ને અંતે…………………
અમલ નો દિવસ નક્કી થયો, ચુપચાપ સવારે રેડી થયો.
ખુશખુશાલ પહોંચ્યો ત્યાં, મારી વહાલી મળે જ્યાં.
મુજ કર ગ્રહીને લાવ્યો એને, શું સજાવી હતી ફૂલોથી તેને  !
કાકા-કાકી સામે મળ્યાં,મને નિહાળીને મલકાય ગયાં,
કાકીએ કરી કોમેન્ટ, પંકજ, યાદગાર મોમેન્ટ !
કુમારિકાએ કર્યો ચાંદલો, અને થયો ગૃહ પ્રવેશ.
માત્ર બેજ મીનીટમાં વાત વહી ગઈ,
‘પંકજ લાવ્યો લાવ્યો’ ની બુમ પડી ગઈ
દોસ્તો સૌ પરાક્રમ જોવા આવ્યા દોડી,
મમ્મી-પપ્પાની એન્ટ્રી થઇ જરા મોડી.
દિલની ધડકન વધી, પપ્પાએ જોઈ લીધી,
બોલ્યા "સરસ છે" ને હું પડ્યો કુદી.
સાચવીને રાખજેમમ્મી બોલી,
સાંભળી ઉઠ્યો હું ડોલી.
મેં કહ્યુંમમ્મી મારી એકલાની નહી, આપણી સૌની છે.”
મમ્મી મને વળગી પડી, હું એને વળગી પડ્યો,
બસ ત્યારથી અમારી થઇ ને રહી.
હજુ ગઈ કાલેજ એને ભંગાર માં કાઢી,
તો રૂપિયા દોઢસો  આવ્યા.
તો ... મારી સાયકલ ની કહાણી છે.


(પંકજદાંડી)

No comments:

Post a Comment