Friday, January 26, 2018
Saturday, January 20, 2018
Saturday, January 6, 2018
ભગવાનનો દૂત
જાન્યુઆરી માસની મોન્ટ્રિઅલની ઠંડી,
ફ્રીઝીંગ રેઇન પછીનો ભયાનક ફ્રોઝન ડે.
બસની રાહ જોતો એકલો ઉભો હતો બસસ્ટેન્ડે.
ધીમે ધીમે સરકતી એકલ દોકલ કાર સિવાય
કોઈ આવન જાવન દેખાતી નથી.
સિક્સ ફાઈવ, ટેન, ફિફટિન
અને
હવે તો સિક્સ થર્ટીફાઈવ થઇ.
એક પણ બસ આવતી કેમ નથી?
હું ખુદ હવે ફ્રોઝન થઇ રહ્યો છું.
ભગવાન, તું એક બસ તો મોકલ !
અને બીજી જ મનિટે,
પગથી માથા સુધી વિન્ટર ક્લોથથી ઢંકાયેલ,
એક અપરિચિત ચહેરો ધીમે પગલે
મારી તરફ આવી રહ્યો હતો.
"બોલ્યો, મિસ્ટર રીડ ધ સાઈન"
અને જતો રહ્યો.
અને મેં વાંચ્યું,આજે
રૂટ ચેઇન્જ હતો.
બીજા રૂટ પર બસ નિયમિત દોડતી હતી.
શું એ અપરિચિત ચહેરો ભગવાનનો દૂત ન હતો ?
(પંકજદાંડી)
Monday, January 1, 2018
ચરણોને પરમ વંદના
હે પ્રભુ !
નૂતનવર્ષની પહેલી પ્રભાતે
હું કરું છું તારી ભક્તિ.
મને જોઈએ છે સ્પેશિયલ શક્તિ,
તને વંદન કરવાની શક્તિ.
જે વંદનમાં મારી બધીજ,
આકાંક્ષાઓ અને ઈચ્છાશક્તિઓ,
તારા ચરણમાં સમાય જાય.
મેં રચેલી તમામ કવિતાઓ
ઈ માધ્યમના પ્રવાહમાં વહીને
તારા અદ્રશ્ય રહેલા અસ્તિત્વને
પરમ વંદના કરતી રહે.
મળશે મને પ્રભુ?
(પંકજદાંડી)
પહેલી જાન્યુઆરી, ૨૦૧૮.
રિટાયર્ડમેન્ટ તરફ
હે અંતર્યામી !
લાઈફ ધીરે ધીરે સરકી રહી છે રિટાયર્ડમેન્ટ તરફ.
હવે ઈચ્છું છું નાનકડો વિરામ.
જેમ સાંજ પડયે પંખીનો કલરવ શાંત થઇ જાય છે,
રાતે કમળપત્રો પણ બીડાય જાય છે.
અરે,
તોફાન પછી પણ સન્નાટો છવાય જાય છે.
તેમ મારે પણ જોઈએ છે લાઈફનું અલ્પવિરામ.
તારી પાસે આવવા પહેલાં
એકાદ બે દશકા બાકી છે.
ત્યારે આ ટાયર્ડ પંકજને જરૂર છે
તારા વેરી વોર્મ બ્લેસિંગ્સની,
જે થકી હવેનું જીવન સ્વાસ્થ્યમય રહે.
હે પ્રભુ !
તું આપીશ મને ?
(પંકજદાંડી)
Subscribe to:
Posts (Atom)