Saturday, January 6, 2018

ભગવાનનો દૂત


જાન્યુઆરી માસની મોન્ટ્રિઅલની ઠંડી,
ફ્રીઝીંગ રેઇન પછીનો ભયાનક ફ્રોઝન ડે.
બસની રાહ જોતો એકલો ઉભો હતો બસસ્ટેન્ડે.
ધીમે ધીમે સરકતી એકલ દોકલ કાર સિવાય
કોઈ આવન જાવન દેખાતી નથી.
સિક્સ ફાઈવ, ટેન, ફિફટિન અને
હવે તો સિક્સ થર્ટીફાઈવ થઇ.
એક પણ બસ આવતી કેમ નથી?
હું ખુદ હવે ફ્રોઝન થઇ રહ્યો છું.
ભગવાન, તું એક બસ તો મોકલ !
અને બીજી જ મનિટે,
પગથી માથા સુધી વિન્ટર ક્લોથથી ઢંકાયેલ,
એક અપરિચિત ચહેરો ધીમે પગલે
મારી તરફ આવી રહ્યો હતો.
"બોલ્યો, મિસ્ટર રીડ ધ સાઈન"
અને જતો રહ્યો.
અને મેં વાંચ્યું,આજે રૂટ ચેઇન્જ હતો.
બીજા રૂટ પર બસ નિયમિત દોડતી હતી.
શું એ અપરિચિત ચહેરો ભગવાનનો દૂત ન હતો ?

(પંકજદાંડી)

No comments:

Post a Comment