હે કનૈયા,
તું હરપળ હોય છે મારી આસપાસ
પણ કયા રૂપે સ્મરણમાં લઉં ?
આમ તો જગત જાણે છે તું ગયો છે વૃંદાવન છોડી,
પણ આપણે બે જ જાણીએ છીએ
તેં ક્યારેય નથી મને તરછોડી.
ક્યારેક મારુ મન કઠોર બને છે,
ત્યારે તું યાદનું અમૃત બનીને આવે છે.
જયારે મારો જીવનમાંથી રસ ઉડી જાય છે
ત્યારે તું મોરલીના મોહક સૂરના સ્પંદનો મોકલે
છે.
ઓ મારા રાજા !
અને આમ ને આમ મને મળી રહે છે
જીવન જીવવાની અદભુત શક્તિ.
હું નથી બાઈ મીરાની ભક્તિ
હું તો છું તારી રાધાની શક્તિ. (પંકજદાંડી)