અરે .... આ કોણ ?
કોણ જોગિંગ કરી રહ્યું છે મારી આગળ?
મારે તો સેઇફ ડિસ્ટન્સ રાખવું હતું તારાથી.
આથી જ તો હું વૃંદાવન રિટર્ન નો'તો
થયો.
રુકિમણી હોય કે જામ્બુવતી,
સત્યભામા હોય કે કાલિન્દી.
દરેકને અદેખાઈ તારી જ કેમ આવે છે ?
આઠ આઠ પટરાણીઓના સહવાસ,
છતાં હું ગૂંગળાય જાઉં છું.
હવે સમજ્યો,
આ ગુંગળામણ એ બીજું કશું નથી,
પણ તારા અલિખિત પ્રેમસંદેશના અદ્દશ્ય તરંગ.
એટલેજ સાચું કહું છું રાધા:
‘બિન તેરે મૈં આધા’.
(પંકજદાંડી)
No comments:
Post a Comment