Saturday, September 26, 2015

કાનજીનું ક્રિકેટ

કાનજીનું  ક્રિકેટ

કાનજી મારો ક્રિકેટ રમે ને બોલિંગ કરે ફાસ્ટ,
રાધાજીનું બેટિંગ જાણે દ્રવિડ નો અવતાર.
ક્યારેક રમે સહેવાગ જેવું, ને ક્યારેક યુવરાજ,
રાધાજી નું બેટિંગ જાણે સચિન નો અવતાર,
કાનજી ગયો કુંબલે પાસે ને શીખી એક ચીઝ,
ધોનીના કાનમાં ધીરેથી કહ્યું નજર રાખજે ક્રીઝ,
રાધાજી નું બેટિંગ જાણે લક્ષ્મણ નો અવતાર.
ચાઈનામેન અને ગુગલી ફેંકી રાધાને કરી બીટ,
રીવ્યુ માગી રાધા બોલી, કાનજી તારી ચીટ,
રાધાજીનું બેટિંગ જાણે કોહલી નો અવતાર .

(પંકજદાંડી)


Sunday, September 20, 2015

ઢીંક ચીકા ઢીંક ચીકા

ઢીંક ચીકા ઢીંક ચીકા, ઢીંક ચીકા ઢીંક ચીકા
રે .......,
દશ દિનો મેં દશ તરીકેસે , પૂજા તેરી કરુંગા રે...
ઢીંક ચીકા ઢીંક ચીકા........
દશ દીનોકે બાદ, લગતા હૈ અબ ના તેરે બીના રહ પાઉંગા રે
ઢીંક ચીકા ઢીંક ચીકા........
આસો માસ મેં જબ આયેગી નવરાત, ઓન કર લુંગા ગરબે કા ટ્વીટર ,
દીવાલીકે દિન તેરે હી નામકે જલાઉંગા મૈં ફટાકે રે........
ઢીંક ચીકા ઢીંક ચીકા........
ઉત્તરાયણ મેં પતંગ કે પીછે તેરા હી નામ લીખુંગા રે..
હોલીકે દિન રંગો કે સાથ તુઝે ભી રંગ ભર દુંગા રે મૈં
ઢીંક ચીકા ઢીંક ચીકા........

(પંકજદાંડી)

Friday, September 18, 2015

ગાય ઘરે ન આવી

ગાય ઘરે  આવી

આજ રાત પડી તોય મા જશોદા ની ગાય ઘરે આવી,
આકુળવ્યાકુળ થઇ   તો ઓટલે બેસી બબડી .
હાય મારી ગાય ખોવાણી, ગાય ખોવાણી,ગાય ખોવાણી રે.  
હારી થાકીને નંદએકલા  ગાયને શોધવા નીકળ્યા ,
રાધાના હાથમાં બંસી પકડાવી કાનાભાઈ ડેડ સંગ જોડાયા.
"કમ ઓન માય બ્રેઈવ સન" નંદ ઘણો હરખાયો,
નાનકડા હાથમાં બેટરી ઝાલી, ડેડને રસ્તો દેખાડ્યો.
બારણે ઉભી મોમ જસોદા પાડે કાનાને સાદ,
પ્રિન્સ મારા પાછા વળો, રસ્તે છે કાળી નાગ.
એક હાથમાં ડેડની આંગળી ને બીજા હાથમાં બેટરી,
મોમ તારો ચબરાક કનૈયો જશે નાગને છેતરી .
નવરી બેઠી રાધાએ જરા વાંસળી હોઠે લગાડી,
સૂર એના એવા રેલાયા, દૂર વનમાં સંભળાયા .
 જશોદાની  ગાય દોડતી આવી, સંગ માં વાછરડી રે,
નંદ ને કાનો રીટર્ન થયા, ને  જશોદા હતી  હેપ્પી રે.
(પંકજદાંડી)




Saturday, September 5, 2015

જશોદાને લાલો આ

જશોદાને લાલો આયો

જશોદાને લાલો આયો, નંદ ઘેર આનંદ ભયો રે.
એ હાલો કાનાને રમાડવા જી રે.

બેબી ફૂડ ને બેબી ક્લોથ, પારણું નાનું લઈએ રે
એ હાલો કાનાને રમાડવા જી રે.

ચાઇનીઝ ટોયઝ નો બહિષ્કાર કરીએ, ને મેઈડ ઇન ઇન્ડિયા લાવીએ રે....
                                    એ હાલો કાનાને રમાડવા જી રે. 
  
ચીઝ લાવીએ ને પનીર લાવીએ, પણ બટર કદી ના ભૂલીએ રે
એ હાલો કાનાને રમાડવા જી રે.

તોરણ લાવીએ ને બલૂન લાવીએ, કેક મઝાની કાપીએ રે.
એ હાલો કાનાને રમાડવા જી રે.

(પંકજદાંડી)