જશોદાને લાલો આયો
જશોદાને લાલો આયો, નંદ ઘેર આનંદ ભયો રે.
એ હાલો કાનાને રમાડવા જી રે.
બેબી ફૂડ ને બેબી ક્લોથ, પારણું નાનું લઈએ રે
એ હાલો કાનાને રમાડવા જી રે.
ચાઇનીઝ ટોયઝ નો બહિષ્કાર કરીએ, ને મેઈડ ઇન ઇન્ડિયા
લાવીએ રે....
એ
હાલો કાનાને રમાડવા જી રે.
ચીઝ લાવીએ ને પનીર લાવીએ, પણ બટર કદી ના ભૂલીએ રે
એ હાલો કાનાને રમાડવા જી રે.
તોરણ લાવીએ ને બલૂન લાવીએ, કેક મઝાની કાપીએ રે.
એ હાલો કાનાને રમાડવા જી રે.
(પંકજદાંડી)
No comments:
Post a Comment