Friday, September 18, 2015

ગાય ઘરે ન આવી

ગાય ઘરે  આવી

આજ રાત પડી તોય મા જશોદા ની ગાય ઘરે આવી,
આકુળવ્યાકુળ થઇ   તો ઓટલે બેસી બબડી .
હાય મારી ગાય ખોવાણી, ગાય ખોવાણી,ગાય ખોવાણી રે.  
હારી થાકીને નંદએકલા  ગાયને શોધવા નીકળ્યા ,
રાધાના હાથમાં બંસી પકડાવી કાનાભાઈ ડેડ સંગ જોડાયા.
"કમ ઓન માય બ્રેઈવ સન" નંદ ઘણો હરખાયો,
નાનકડા હાથમાં બેટરી ઝાલી, ડેડને રસ્તો દેખાડ્યો.
બારણે ઉભી મોમ જસોદા પાડે કાનાને સાદ,
પ્રિન્સ મારા પાછા વળો, રસ્તે છે કાળી નાગ.
એક હાથમાં ડેડની આંગળી ને બીજા હાથમાં બેટરી,
મોમ તારો ચબરાક કનૈયો જશે નાગને છેતરી .
નવરી બેઠી રાધાએ જરા વાંસળી હોઠે લગાડી,
સૂર એના એવા રેલાયા, દૂર વનમાં સંભળાયા .
 જશોદાની  ગાય દોડતી આવી, સંગ માં વાછરડી રે,
નંદ ને કાનો રીટર્ન થયા, ને  જશોદા હતી  હેપ્પી રે.
(પંકજદાંડી)




No comments:

Post a Comment