Friday, August 28, 2015

કહેને કાન હું રાધા બનું કે મીરાં ?

કહેને કાન હું રાધા બનું કે મીરાં ?

કહેને કાન હું રાધા બનું કે મીરાં ?
રાધાએ રમાડ્યો રાસ, મીરાંએ વેઠ્યો ત્રાસ
કહેને કાન હું રાધા બનું કે મીરાં ?
રાધાના તેં માખણ ખાધાં, ઉપરથી પીધું ગોરસ
મીરાં એ પીધું ઝેર, માની લીધું અમૃત
કહેને કાન હું રાધા બનું કે મીરાં ?

રાધાની શ્યામ ઓઢણી ને મીરાંની ભગવી ચુંદડી
રાધાની વેદના વિરહની ને મીરાંની રાહ મિલાપની
રાધાનું વૃંદાવન ને મીરાંનું મેવાડ
કહેને કાન હું રાધા બનું કે મીરાં ?

મને વહાલાં સૌ, જે જીવન જીવે મીઠાં
જેવાં રાધાના રાસ ને મીરાંના મંજીરાં
ભલે બને તું રાધા કે મીરાં.

(પંકજદાંડી)


No comments:

Post a Comment