Friday, August 21, 2015

કાન તમે રાધાજીની તોલે ન આવો

'રામ તમે સીતાજીની તોલે ન આવો' કહીને ભગવાન શ્રી રામનો ઉધડો લઇ શકતો હોય તો શ્યામનો શા માટે નહિ ? તો ચાલો રાધાજીનો પક્ષ લઈને શ્યામને ખખ ડાવીએ

 કાન તમે રાધાજીની તોલે આવો

જ્ઞાન ના ભંડાર થઈને, રાસના રસીલા થઈને, છોને બંસીધર કહેવાઓ,
પણ કાન તમે રાધાજીની તોલે આવો,
મારા કાન તમે રાધાજીની તોલે આવો.
સુદર્શન ચક્ર ધરી, હસતુંરે મુખ રાખી,ગરબા ને રાસ છો રમાડો,
પણ કાન તમે રાધાજીની તોલે આવો,
મારા કાન તમે રાધાજીની તોલે આવો.
કાચા રે પ્રેમી તમે, ક્યાંના ભગવાન તમે? વિરહની વેદના શું જાણો?
તમારી સખી બની, રાસની રમઝટ રચી ,વૃંદાવન સાથે ત્યાગી દીધી ?
પ્રેમી થઈને પ્રેમિકાને પારખતાં ન આવડ્યું, છોને ઘટ ઘટના જ્ઞાતા થઇ ફુલાતા,
પણ કાન તમે રાધાજીની તોલે આવો,
મારા કાન તમે રાધાજીની તોલે આવો.
સારીયે જીંદગી જેણે, તારીજ રાહમાં, જમના કિનારે જવા દીધી,
અર્જુનના સારથી થઇ, ગીતાનું જ્ઞાન અને કર્મનો સિધ્ધાંત છો સમજાવ્યો,
અર્જુનના બાણથી કૌરવને હણ્યા તેમાં કર્યું શું પરાક્રમ, શું કામ વિજયનો લુંટ્યો લહાવો,
પણ કાન તમે રાધાજીની તોલે આવો
મારા કાન તમે રાધાજીની તોલે આવો
ચાર ચાર પટરાણી અને સોળસો રાણી, તોયે પત્ની નો'તી રાધા રાણી,
પત્નીથી વિશેષ થઈને પ્રેમિકાનો ભાવ એવો, ‘રાધા ક્રિષ્ન’ નામે પૂજાઈ,
પણ કાન તમે રાધાજીની તોલે આવો,
મારા કાન તમે રાધાજીની તોલે આવો. (પંકજદાંડી

No comments:

Post a Comment