જો ભગવાન કૃષ્ણ પાછા ધરતી પર અવતરે તો શું તેઓ પીતાંબર પહેરીને વાંસળી વગાડે ? ના તેઓ તો આધુનિક હતા. હવે આવે તો શુટેડ -બુટેડ કે જીન્સ અને ટીશર્ટ માં જોવામળે. વળી આધુનિક રાધા આમ કંઇ પ્રેમમાં થોડીજ પડી જાય ! એનેપણ મનાવવી પડે.
-----
હવે
પાછો આવીશ તો આઈફોન થઈશ,
નિત નવા
ફીચર સાથે રાધાના હાથમાં રમતો
રહીશ,
અને
જીન્સની નવી બ્રાન્ડ થઈશ,
રાધાની
કમનીય કેટવોક કહેવાઇશ.........
તું
દોડી આવે તો હું વેસ્ટર્ન
મ્યુઝીક વગાડું......
હું
તો હાર્ડ ડિસ્કમાં સેવ કરીને
જન્મ્યો છું રાધા તારું નામ,
તું
બ્યુટીફૂલ રાધા ને હું હેન્ડસમ
કાન.....
હું
બપોરનો સૂર્ય રાધા,
તું પુનમનો
ચાંદ.
મને
એકવાર કાનો બનાવો મારાં રાધાજી
એકવાર
કાનો બનાવો.....
હું
તો ઝંખું છું એટલું ને એટલું
રાધાજી,
એકવાર
કાનો બનાવો....
તારા
માટે હું સ્કાઈપ ડાઉનલોડ કરીશ,
વોટ્સ
એપ પર ઇન્તજાર કરીશ,
મારા
હૈયાની ઓફિસે તારાતે નામના
કેટલાયે પાટિયાં મુકાવીશ.
તારાં
નામના પાટિયાંથી શોભે મારું
દ્વારરે..
એકવાર કાનો
બનાવો...
તને
નવરાતના સમ,
તને દિવાળીના
સમ,
અહીં
ઉતરાણમાં એકવાર આવરે,
ભલે
ખોટું તો
ખોટું પણ
કાનજી ઓ
કાનજી
એકવાર
કહીને બોલાવ
રે,
મને
એકવાર કહીને બોલવરે ....
મારો
પળમાં વીતી જાય નવો અવતાર
રાધાજી
એકવાર કાનજી બોલવ રે.
મને
એકવાર કાનો બનાવો મારાં રાધાજી
એકવાર કાનો બનાવો.....
( પંકજ
દાંડી )
No comments:
Post a Comment