જિંદગીની સફર માં મારો ભગવાન
પચ્ચોતેર ની સાલ હતી
ને મને સોળમું બેઠું,
યુવાનીનો એહસાસ થયો ને કાનાને કાગળ
લખ્યો,
શું લખવું અને શું નહિ ની મૂંઝવણ હતી,
છતાં લખ્યું, મારા પ્રિયતમ, માય
ડિયર કાન્હા.
પંચાણુંની સાલમાં છત્રીસે પહોંચી
કાનાને લેન્ડ લાઈન પર નંબર જોડ્યો,
શું કહું ને શું નહિ
ની મૂંઝવણ હતી,
છતાં કહ્યું, મારા ભોળા ભગવાન.
બે હજાર ને
પંદરમાં હું છપ્પને પહોંચી,
કાનાને એસ. એમ. એસ. કરવાનું શીખી,
શું લખું ને શું નહિ
ની મૂંઝવણ થઇ,
મેં લખ્યું, મારે ઘેરે આવરે કાના
પનીર, યોગટ ને બટર ખાવા...
મારી જિંદગીની સફર માં મારો ભગવાન,
પ્રાણનાથ મટીને દીકરો થઇ ગયો.
(પંકજદાંડી)
No comments:
Post a Comment