નવસારી મારું શહેર છે
નવસારી મારું શહેર છે
નવસારી મારું શહેર છે, પરશુરામની મહેર છે
સાચેજ નવસારી નમણું શહેર છે.
નજીકમાં દાંડી છે, જેના અતિતમાં ગાંધી છે,
દરિયાની ઠંડી લહેર છે, સાચેજ નવસારી નમણું શહેર છે.
પારસીઓનું વતન છે, હોસ્પીટલોમાં જતન છે
દાની મોટા દિલેર છે, સાચેજ નવસારી નમણું શહેર છે.
પાંચ સાત કોલેજ છે,સારું એવું નોલેજ છે
લોકો ઠરેલ છે,સાચેજ નવસારી નમણું શહેર છે.
શહેરની વચ્ચે તળાવ દૂધિયું છે, જમણવાર માં ઊંધિયું છે,
પાણી
લાવી નહેર છે, સાચેજ નવસારી નમણું શહેર છે.
હુંદરાજ ના ચણા છે, ભીખાભાઈ ના ભજીયા છે,
મામાની પેટીસ, રેવાકાકીના પેંડા ને અમીરી ખમણ છે
સાચેજ નવસારી નમણું શહેર છે.
(પંકજદાંડી)
No comments:
Post a Comment