Friday, December 18, 2015

દાંડી

દાંડી

દાંડી જેનું નામ છે એજ મારું ગામ છે.

દરિયાનો કિનારો છે, દૂર દૂર મિનારો (દીવાદાંડી) છે.

 સરસ ભાઈચારો છે, પવન જરા ખારો છે.

હજાણીબીબીની મઝાર છે,રાધા-કૃષ્ણનું મંદિર છે.

ગાંધીનું સ્મારક છે, સત્યાગ્રહનું સ્થાનક છે

દાંડી જેનું નામ છે  એજ મારું ગામ છે.

પરિસ્થિતિ અનુકુળ છે, સુંદર ગુરુકુળ છે.

મોડર્ન ગોકુળ છે, માતા અગાસીનું કુળ છે

દાંડી જેનું નામ છે  એજ મારું ગામ છે.


(પંકજદાંડી)

No comments:

Post a Comment