Saturday, January 23, 2016

નીંદરૂ ના આવે

નીંદરૂ ના આવે

નીંદરૂ ના આવે, શમણામાં સતાવે,

દિલના દરવાજે તારી બંસી….(2)

અરે દિવસ ભર (2) દોણી સંતાડે,

રાત ભર રડાવે તારી બંસી….

નીંદરૂ ના આવે

દિલમાં  લાગ્યો એવો રે દવ

હું તો કરવા લાગી તનેજ લવ..(2)

ચોરી છુપી લઇ જઈશ 

તારી બંસી છુપાવી પાલવ.

સાંઝ પડે (2), કદમ તળે

મને બોલાવે તારી બંસી.

સમજીતી હું નટખટ છે તું

બસ ગરબે ઘુમાવી જાણે છે,

દીવાની થઇ, ના જાણ્યું મેં

કેમ મારી પોળમાં આવે છે

હું તો મરું શરમાઈ

વાત કોઈને ના કહેવાય

દિલના દરવાજે તારી બંસી

(પંકજદાંડી )



Friday, January 15, 2016

મતલબ જો સમજે

મતલબ જો સમજે

બડા હી ખુબસુરત ઇસ દેશ કા હર નજારા હૈ
પેસેફિક સે એટલાન્ટીક તક કરિશ્મા હી કરિશ્મા હૈ
હૈ મગર ફિર ભી કિસીકા નામ લેકર કયું પુકારું મૈં

મતલબ જો સમજે કોઈ મેરે યે ગીત કા
ઇસ ગીત મેં હૈ કોઈ જો મેરે અતીત કા

વહી ચેહરા, વહી આંખે ..()
પહની હૈ સાડી પર મિજાજ તો વહી હૈ
યાદોંકી વો બાત તો અભી હૈ
ક્યા ફાયદા,
ક્યા ફાયદા ફિર ઇસ ડ્રેસ કા
ઇસ દેશમેં હૈ કોઈ જો મેરે દેશ  કા

વો મસ્તી, વો તુફાન..()
મિલકે સ્કુલ કી બાતેં કરેંગે
ડ્રામા ઔર ડાન્સ કી  બાતેં કરેંગે ...
મિલકે હંસે,
મિલકે હંસે હમ બીચ બીચ મેં,
ઇસ ગીત મેં હૈ કોઈ જો મેરે અતીત કા


(પંકજદાંડી)

Friday, January 8, 2016

મળીશું તો દાંડીના કિનારે

 મળીશું તો દાંડીના કિનારે

હવે મળીશું તો દાંડીના કિનારે,
ધરતીના છેડાના નાનકડા ગામે.
‘સનસેટ’ સમયે આછા અજવાળે,
શરદ પૂનમે દૂધ પૌંવા સંગે .
બસ, હવે મળીશું તો દાંડીના કિનારે.

માછીવાડની હોડીઓને તરતી  જોઈશું ,
દીવાદાંડી ની લાઈટ્સ ને ફરતી જોઈશું
વિજયના ઢોસા ને છનાના ભજીયાં ખાઈશું,
 ‘થમ્સ અપ’  અને ‘શેરડીનો રસ’ વહેંચીને પીશું
બસ, હવે મળીશું તો દાંડીના કિનારે.

સમુદ્ર પૂજા કરતા ઇન્ડિયન્સ જોઈશું,
કિનારો  પ્રદુષિત કરતા ઇડીયટ્સ જોઈશું
રેતીનો મહેલ બનાવતાં બાળકો જોઈશું ,
બેફીકર મહાલતાં કપલ્સ જોઈશું,
તો ચાલો, હવે જરૂર મળીશું  દાંડીના કિનારે.


(પંકજદાંડી)

Monday, January 4, 2016

ગોકુળ રૂડું ગામ

દેશમાં ગોકુળ રૂડું ગામ છે હોજી રે...
જ્યાં કાનાના હોય  રોજ રોજ રાસ..
હો કાન, હળવે રમોને તમે રાસડા હોજી રે...

માતા જશોદા જુવે વાટડી હો જી રે,
જ્યાં ગોપીઓના હોય ઝાઝા હેત કાન.
હો કાન, હળવે રમોને તમે રાસડા હોજી રે...

સરખી ગોપી રમે સાથમાં હો જી રે..
રમે છે રઢિયાળી આખી  રાત કાન,
હો કાન, હળવે રમોને તમે રાસડા હોજી રે...

નંદના લાલાની પ્રીતડી હો જી રે ...
જો જો મથુરા જાતાં  તૂટી જાશે કાન,
હો કાન, હળવે રમોને તમે રાસડા હોજી રે...

(પંકજદાંડી)


aatanki