Friday, January 8, 2016

મળીશું તો દાંડીના કિનારે

 મળીશું તો દાંડીના કિનારે

હવે મળીશું તો દાંડીના કિનારે,
ધરતીના છેડાના નાનકડા ગામે.
‘સનસેટ’ સમયે આછા અજવાળે,
શરદ પૂનમે દૂધ પૌંવા સંગે .
બસ, હવે મળીશું તો દાંડીના કિનારે.

માછીવાડની હોડીઓને તરતી  જોઈશું ,
દીવાદાંડી ની લાઈટ્સ ને ફરતી જોઈશું
વિજયના ઢોસા ને છનાના ભજીયાં ખાઈશું,
 ‘થમ્સ અપ’  અને ‘શેરડીનો રસ’ વહેંચીને પીશું
બસ, હવે મળીશું તો દાંડીના કિનારે.

સમુદ્ર પૂજા કરતા ઇન્ડિયન્સ જોઈશું,
કિનારો  પ્રદુષિત કરતા ઇડીયટ્સ જોઈશું
રેતીનો મહેલ બનાવતાં બાળકો જોઈશું ,
બેફીકર મહાલતાં કપલ્સ જોઈશું,
તો ચાલો, હવે જરૂર મળીશું  દાંડીના કિનારે.


(પંકજદાંડી)

No comments:

Post a Comment