Saturday, January 23, 2016

નીંદરૂ ના આવે

નીંદરૂ ના આવે

નીંદરૂ ના આવે, શમણામાં સતાવે,

દિલના દરવાજે તારી બંસી….(2)

અરે દિવસ ભર (2) દોણી સંતાડે,

રાત ભર રડાવે તારી બંસી….

નીંદરૂ ના આવે

દિલમાં  લાગ્યો એવો રે દવ, 

હું તો કરવા લાગી તનેજ લવ..(2)

ચોરી છુપી લઇ જઈશ 

તારી બંસી છુપાવી પાલવ.

સાંઝ પડે (2), કદમ તળે, 

મને બોલાવે તારી બંસી.

સમજીતી હું નટખટ છે તું, 

બસ ગરબે ઘુમાવી જાણે છે,

દીવાની થઇ, ના જાણ્યું મેં, 

કેમ મારી જ પોળમાં આવે છે

હું તો મરું શરમાઈ, 

વાત કોઈને ના કહેવાય

દિલના દરવાજે તારી બંસી

(પંકજદાંડી )



No comments:

Post a Comment