તું આવી હતી મારા ધ્યાનમાં,
ઉઘડતી સ્કુલની સવારમાં,
હજુ
તો માંડ ખુશ થયો મનમાં,
ને વાત વહી ગઈ સમાજમાં !
જાણું
છું વીતી ગઈ એ વેળા,
હવે પાછી નથી આવવાની,
પણ યાદ કહે છે, હું
તમારો છેડો નથી છોડવાની.
હું શું કરું, જયારે મારો કંઠ
જરાય ખુલ્યો નો'તો.
હવે દિલ કહે છે, હું
તમને કદી માફ નથી કરવાનું.
તું ન મળી પછી, બન્યું કંઈ એવું,
મળી ગયું મને એક ‘ફૂલ’ નવું.
તને હશે શું લેવું ને દેવું,
તેં ગોતી લીધું કંઈ ‘નવીન’ એવું.
(પંકજદાંડી)
No comments:
Post a Comment