Wednesday, August 16, 2017

હસવાની છૂટ છે તને

હસવાની છૂટ છે તને
ટોસ જીતીને દાવ આપવાની આદત છે તને,
પહેલી જ ઓવરમાં સ્પિન કરવાની પ્રેક્ટિસ છે તને.
જો વોટ્સ એપ થઇ શકે તો હૈયે ભાર ન રહે,
ફેસબૂક પર મેસેજ કરવાની સગવડ છે તને.
અડધી સદી પછી તો તું મળી છે મને,
જેટલું મળાય એટલું મળવાની મોકળાશ છે તને.
પંકજનું કામ તો છે હસાવવાનું અને,
હસાય એટલું હસવાની છૂટ છે તને.
(પંકજ દાંડી)


વસંત માફક આવી ગઈ

વસંત માફક આવી ગઈ
પંકજ હસાવે અને તું  હસે, એમાં જ તારું નામ ફસે.
દાંડી જોઈને દરિયો હસે, ત્યાં જ તો તારું ગામ વસે.
જો તારું નામ તરતું હોત,તો પંકજ સાથે ફરતું હોત.
પણ એ તો ઉડયું, ને નવીન કરવામાં પડયું.
સૂર્યોદયની ઉષા ક્યાંક ખોવાય ગઈ,
ને સૂર્યાસ્ત પછી રજની આવી ગઈ.
હેમંત, ‘શરદ, ‘શીશીરને વર્ષા ય ગઈ,
પણ હવે તને વસંત માફક આવી ગઈ.
(પંકજદાંડી)


ગલતી થી મિસ્ટેક

ઉમર હતી મારી ને કરીતી ગલતી થી મિસ્ટેક,
ડ્રાયવરે જયારે મારીતી જોરદાર બ્રેક.
કામ કરી ગઈ અકસ્માત એક ટ્રીક,
પકડયો એનો હાથ એકદમ ફીટ.
નો'તા મસલ્સ ફુલાવ્યા,
નો'તી બોડી બનાવી,
મારા શ્યામ ગાલો પર,
હજામત કરાવી.
બંદા થઇ ગયા શરુ,
વિના કોઈ પણ ગુરુ.
લગાડ ના બૂરું,
જીવન હવે પૂરું.

(પંકજદાંડી)

સીધો સંદેશો

હે પ્રભુ !
તને સીધો સંદેશો પાઠવું છું,
લાગણીનો નાજુક વ્યવહાર સાચવું છું.
જલ્દી સારી કરી દે અમારી દોસ્તને વિનવું છું,
નહીંતો તારી સાથે કિટ્ટા નો કરાર મોકલું છું.
હાલ તો દૂર છું પણ નવસારીના દિલમાં છું,
ગાઢ મૈત્રી ચતુષ્કોણની એક ભૂજા છું.
અરજ કરનાર મોન્ટ્રિઅલથી પંકજ છું,
દૂર કરી દે માંદગીનું સંકટ તું.

(પંકજદાંડી)

ફળમાં વ્હાલું બોર

ફળમાં વ્હાલું બોર

મેં કહ્યું:
ફૂલમાં પંકજ  ગમે, પક્ષીમાં હંસ
ઋતુમાં વસંત ગમે, ફૂંકવામાં શંખ.
એણે કહ્યું:
ફૂલમાં ગુલાબ ગમે, પક્ષીમાં મોર,
ઋતુમાં શિયાળો અને ફળમાં વ્હાલું બોર.
મારો સવાલ:
નો એપલ, નો મેંગો, નો બનાના
ના દ્રાક્ષ, ના સંતરાં, ના શ્રીફળ
ફળોમાં ગમતું કેમ બોર ?
એનો જવાબ:
શબરીએ ખવડાવ્યું છે અને
ભગવાને ખાધું છે આથી મને તે વ્હાલું છે.
અને હું મનોમન બબડ્યો:
મારી બેટી સાવ સસ્તું છે એમ નથી બોલતી.!
(પંકજદાંડી)