વસંત માફક આવી ગઈ
પંકજ હસાવે અને તું હસે, એમાં જ તારું નામ ફસે.
દાંડી જોઈને દરિયો હસે, ત્યાં જ તો તારું ગામ વસે.
જો તારું નામ તરતું હોત,તો ‘પંકજ’ સાથે ફરતું હોત.
પણ એ તો ઉડયું, ને ‘નવીન’ કરવામાં પડયું.
સૂર્યોદયની ‘ઉષા’ ક્યાંક ખોવાય ગઈ,
ને સૂર્યાસ્ત પછી ‘રજની’ આવી ગઈ.
‘હેમંત’, ‘શરદ’, ‘શીશીર’ ને ‘વર્ષા’ ય ગઈ,
પણ હવે તને ‘વસંત’ માફક આવી ગઈ.
(પંકજદાંડી)
No comments:
Post a Comment