Friday, March 23, 2018

ધન્ય પળો




જયારે જોઉં છું તેં પોષ્ટ કરેલા મારા ફોટોગ્રાફ્સ,
ત્યારે યાદ આવી જાય છે એ ધન્ય પળો
જે પળોએ મેં તારું સાનિધ્ય માણ્યું હતું.
યાદ કરું છું એ સ્પર્શ અને એ લાગણીઓ,
રાસ રમતાં અકસ્માત અડી ગયેલી કોણીઓ,
વાગોળી રહી છું તારી સાથે ગાળેલી એ પળો.
આપણી ભાવભરી ક્રીડાઓમાં તું મારી સાથે હતો,
એ એહસાસ હજુ તાજો જ છે મારા હૃદયમાં
જે રાસમાં, જે રમતમાં, જે કામમાં, જે ક્રીડામાં
મેં તને માણ્યો હતો પુરા તનમાં અને મનમાં
ત્યારથી વસી ગયો છે તું મારા અણુ એ અણુમાં
પ્રોમિસ છે આમરણ જાળવીશ તારી આ રાધામાં.
(પંકજદાંડી)


Saturday, March 17, 2018

તું જ છવાઈ ગઈ


વિનય મંદિરમાંથી જ દિલમંદિરમાં વસી ગઈ,
પણ SSC પછી તો તું જ ખોવાઈ ગઈ.
ગામ આખામાં શોધી, ક્યાં હશે સંતાય ગઈ ?
અલી, ટોરોન્ટો આવીને મને જ ભૂલી ગઈ.
માની લીધું કે હવે તું ક્યારેય મળીશ નઈ
પણ આભાર ફેસબુક, તું અકસ્માત મળી ગઈ.
કેનેડાની કુંજ ગલીમાં હતી તું છુપાઈ ગઈ
હવે સિનિયર સીટીઝન થયો ત્યારે પાછી મળી ગઈ
મારાં ગીતોમાં તો તું અકબંધ થઇ ગઈ
ફેસબુકના પેજ પર તું જ છવાઈ ગઈ.
(પંકજદાંડી)


Friday, March 9, 2018

તું અનંત છે.





પ્રભુ!
હું જાણું છું તું અનંત છે.
તું જ શુક્ષ્માતીત શુક્ષ્મ .
તું જ પ્રેમની,સ્નેહની, આદરની, ભાવની
અને મોહની માયાજાળ રચે છે.
ગુડમોર્નિંગ કહેવા સવારે તું જ સુરજ રૂપે હાજર હોય છે.
ચંદ્ર રૂપે પ્રગટ થઈને તું જ અમને સૌને ગુડનાઈટ કહે છે.
પણ
હું તો તને માત્ર સુખની યાચના કરવાનું પાત્ર સમજુ છું.
રોજ સવારે તને હાથ જોડીને પ્રાર્થું છું.
ભગવાન, મને સુખી રાખજે.
હું તારો ખુબ ખુબ આભારી છું.
તેં તો મને માંગેલું દરેક સુખ આપ્યું
પણ
મેં એ સુખ કોઈને વહેંચ્યું નથી તેનું શું ?
(પંકજદાંડી)

Friday, March 2, 2018

ડેડીના આશીર્વાદ


નથી રાખતો બહુ ઊંચી અપેક્ષા,
તમે બંને એકબીજાના દિલમાં રહો તે જ બસ છે.
મોંઘાદાટ સ્પ્રે અને શેમ્પુ ન મળશે તો ચાલશે,
પણ પ્રેમના ફૂલોની સુગંધ ભળશે તો બસ છે.
ઘર તો આપણું નવું બની રહ્યું છે,
પણ તમારા દિલમાં જગ્યા મળશે તો બસ છે.
સહજીવનનની તો હજુ શરૂઆત થઇ છે,
સુખ, શાંતિ અને આનંદડેડીના આશીર્વાદ છે.
(પંકજદાંડી)