નથી રાખતો બહુ ઊંચી
અપેક્ષા,
તમે બંને એકબીજાના દિલમાં
રહો તે જ બસ છે.
મોંઘાદાટ સ્પ્રે અને
શેમ્પુ ન મળશે તો ચાલશે,
પણ પ્રેમના ફૂલોની સુગંધ
ભળશે તો બસ છે.
ઘર તો આપણું નવું બની
રહ્યું છે,
પણ તમારા દિલમાં જગ્યા
મળશે તો બસ છે.
સહજીવનનની તો હજુ શરૂઆત
થઇ છે,
‘સુખ, શાંતિ અને આનંદ’ ડેડીના આશીર્વાદ છે.
(પંકજદાંડી)
No comments:
Post a Comment