Saturday, April 14, 2018

લાઈફની રેન્જ


મારા વડીલ, સિનિયર સીટીઝન મિત્રો ઇન્ડિયામાં વિન્ટર ગાળીને પરત થઇ રહ્યા છે ત્યારે તેમનું સ્વાગત કરતી હળવી શૈલીની રમુજી રચના ....દિલ પે મત લેના યારો..

લાઈફની રેન્જ
ભાઈને માથે ટાલ છે ને ફરતે થોડા બાલ છે.
ટેનશન ફ્રી કાલ છે ને પેનશન હજારીલાલ છે.
ભાઈ તો મોન્ટ્રિયાલ છે.

ઇન્ડિયામાં પ્રોપર્ટી છે ને સાથે ફોર વ્હીલ ગાડી છે.
બંગલા પાછળ વાડી છે ને તેમાં કલમ ઉગાડી છે.
ભાઈને જેરામની યાદ આવી છે.

એમના દીકરા દીકરી સેટ છે, પણ વહુ ને જમાઈ ગ્રેટ છે.
ગ્રાન્ડ ચિલ્ડ્રન ફ્રેન્ચ છે, એમાં નથી હવે કોઈ ચેન્જ છે.
ભાઈની લાઈફની આજ રેન્જ છે.

(પંકજદાંડી)

(જેરામભાઈની ઘરબેઠાં નવસારીથી મોન્ટ્રિઅલ કેરી પાર્સલ યોજના)
(મોન્ટ્રિયાલ - મોન્ટ્રિઅલના રહેવાસી,  હજારીલાલ - હજાર પ્લસ)

પાકું બોર




બોર તો પાકું હતું પણ પથરો મારવાની હિમ્મત નો'તી.
બોરડી ય નીચી હતી પણ અડવાની ઔકાત નો'તી.

મિત્ર પ્રકાશનો સાથ માગ્યો પણ તેણે જ અંધકાર ફેલાવ્યો.
ઘરમાં પપ્પા અને મમ્મીએ જોરદાર વિરોધ નોંધાવ્યો.

કવિતા લખવી શરુ કરી એ  હાફ ગર્લફ્રેન્ડ ની જ્યારથી,
હદ થઇ ગઈ એણેય ડીલીટ કર્યો  ફ્રેન્ડ લિસ્ટમાં ત્યારથી.
(પંકજદાંડી)

Tuesday, April 3, 2018

હું ને પરિમલ


હું ને પરિમલ

[મારા મામાનું ઘર પણ દાંડીમાં જ અને માત્ર પાંચ મિનિટના વોકિંગ ડિસ્ટન્સ પર. આજથી પચાસ વર્ષ પહેલાંની લગભગ સને ૧૯૬૭-૬૮-૬૯ ની અમારી બાળપણની સ્ટોરી. જો કે આજે મામા નથી, મામાનું ઘર ઇતિહાસમાં સમાય ગયું છે અને ત્યાંની ભૂગોળ સંપૂર્ણપણે બદલાય ગઈ છે.]


હું ને પરિમલ છાનામાના મામાને ઘેર ભાગ્યા,
ચોપડાં દફતર ફેંકી દઈને ક્રિકેટ રમવા લાગ્યા.
મીઠી મમાયનો ધોકો ચોરી બનાવ્યું એનું બેટ,
અબ્બાસભાઈનું બોક્ષ ફાડી બાંધ્યું તેનું પેડ.
ખીસામાંથી કાઢ્યો પરીએ નાનો રબરનો બોલ
ઠીકરાં ઉપર થૂંક નાખી ઉછાળ્યો અમે ટોસ.
પહેલા બોલે હું બોલ્ડ થયો ને આવ્યો પરીનો દાવ,
ડોશીમા ને બોલ વાગ્યો તો મરીગ્યા નાસી જાવ
સાડા પાંચની બસ આવી ને ઉતર્યા એમાંથી પપ્પા,
પરિમલનો કાન આમળ્યો ને મને લગાવ્યા ધબ્બા.
(પંકજદાંડી)

Sunday, April 1, 2018

આપણા સંબંધોની વાત


મારી કવિતા આપણા સંબંધોની વાત છે
મારી હિડન લવસ્ટોરીની ફરિયાદ છે
ક્યારેક રડેલી આંખ અને મૂંઝાયેલા દિલની,
તો ક્યારેક હસેલા હોઠ અને
ખુશખુશાલ ચહેરાની વાત છે.
તને ટોરોન્ટોમાં ટાઈમ મળે ત્યારે  
મારી કવિતા ફરી ફરીને વાંચી લેજે,
મોન્ટ્રિઅલના પંકજના અધૂરા અરમાનને  
તારો ઈન્ડો-કેનેડિયન ઓપ આપી દેજે.
(પંકજદાંડી)