હું ને પરિમલ
[મારા મામાનું ઘર પણ
દાંડીમાં જ અને માત્ર પાંચ મિનિટના વોકિંગ ડિસ્ટન્સ પર. આજથી
પચાસ વર્ષ પહેલાંની લગભગ સને ૧૯૬૭-૬૮-૬૯ ની અમારી બાળપણની
સ્ટોરી. જો કે આજે મામા નથી, મામાનું ઘર ઇતિહાસમાં
સમાય ગયું છે અને ત્યાંની ભૂગોળ સંપૂર્ણપણે બદલાય ગઈ છે.]
હું ને પરિમલ છાનામાના
મામાને ઘેર ભાગ્યા,
ચોપડાં દફતર ફેંકી દઈને
ક્રિકેટ રમવા લાગ્યા.
મીઠી મમાયનો ધોકો ચોરી
બનાવ્યું એનું બેટ,
અબ્બાસભાઈનું બોક્ષ ફાડી બાંધ્યું
તેનું પેડ.
ખીસામાંથી કાઢ્યો પરીએ
નાનો રબરનો બોલ
ઠીકરાં ઉપર થૂંક નાખી
ઉછાળ્યો અમે ટોસ.
પહેલા બોલે હું બોલ્ડ થયો
ને આવ્યો પરીનો દાવ,
ડોશીમા ને બોલ વાગ્યો તો “મરીગ્યા નાસી જાવ”
સાડા પાંચની બસ આવી ને
ઉતર્યા એમાંથી પપ્પા,
પરિમલનો કાન આમળ્યો ને મને
લગાવ્યા ધબ્બા.
(પંકજદાંડી)
No comments:
Post a Comment