Saturday, May 26, 2018

અંગદાનની લાઈન કેમ નથી



પ્રભુ

અમે મનુષ્યલોકના પ્રાણીઓ
મૃત્યુદેવથી આટલા બધા ડરીએ છીએ શા માટે ?
એવું કેમ શક્ય નથી,
અમે મૃત્યુદેવની પણ પૂજા કરીએ ?
એમને વેલકમ શા માટે નથી કહી શકતા ?
જો મૃત્યુદેવ તારા જ સંદેશ પ્રમાણે વર્તાતો હોય
તો પછી એનું આવવું અશુભ શા માટે ?

પણ એ અમને લઇ જાય પછી
અહીં રહી જાય છે આત્મા વિનાનું ઉજ્જડ ઘર.
આ ઉજ્જડતાને સજીવન કરે છે અંગદાન.
જો કે અમારો મર્યા પછી પણ મોહભંગ થતો નથી.
આથી જ અંગદાન બાબતે નિષ્ક્રિયતા જોવા મળે છે.

જોયું હતું નોટો બદલાવવા તો ખુબ લાઈનો થઈ,
તો પછી અંગદાન ના દાતાઓની લાઈન કેમ નથી ???

(પંકજદાંડી)


Friday, May 18, 2018

તું હોવાનું પ્રુફ




પ્રભુ !
જમાનો બદલાતો જાય છે,
તારી હાજરીનો અણસાર કોઈનેય આવતો નથી.
જયાં ને ત્યાં proof માંગવામાં આવે છે.
જન્મ્યા હોવાનું proof, જીવતા હોવાનું proof,
ભણ્યા હોવાનું proof, મર્યા હોવાનું proof,
હદ થઇ જાય છે સર્જીકલ સ્ટ્રાઇકનું પણ proof માંગવામાં આવે છે.
કોઈ તું હોવાનું proof માંગે છે.
હું પ્રયત્ન કરી રહ્યો છું તે શોધવાનો.
હું શોધતો શોધતો તારે દ્વારે આવું,
ડોરબેલ વગાડું,તો પ્રભુ,
હુ ઇઝ ધીસ પૂછવાને બદલે ડોર ઓપન કરજે.
મારે જોવો છે તને, તું કેવો દેખાય છે?
મારે કરવી છે તારી હયાતીની ખરાઈ.
અને એક સેલ્ફી તો બનતી હૈ....
(પંકજદાંડી)


Saturday, May 12, 2018

ગુર્જરી માતા


જન જન ની તું પાલક છે મા, અમ ગુર્જરી માતા.
સોરઠ, કચ્છ, વાગડ, ભાલ, મેહાણા, ચરોતર, સુરત.
ગિરનાર, પાવાગઢ, તાપી, નર્મદા, સાગર અરબ તરંગ.
દાંડી દ્વારિકા આગે, ગાંધી ક્રિષ્ણ જાગે,
સૌના વિકાસ સાથે.
કલ્યાણકારક, મંગલદાયક જય હો અમ ગુર્જરી માતા.
જય હો, જય હો, જય હો, જય જય જય જય હો.
(પંકજદાંડી)

કદાચ આપણે મળીએ પણ ખરા.




પ્રભુ !
હમણાં થોડા સમયથી હું કઈંક નવું કરી રહ્યો છું.
મારે તને મળવું છે અને તે પણ કવિતાના માધ્યમથી.
આજ પર્યન્ત મમ્મી-ડેડી, ભાઈ-બહેન, ટીચરો- પ્રોફેસરો,
પત્ની-બાળકો, દોસ્તો-દુશ્મનો પાસેથી શીખતો રહ્યો.
યાહૂ અને ગૂગલે પણ મને મોડર્ન રીતે મને શીખવ્યું.
પણ તને કેમ મળવું તે ક્યારેય સ્પષ્ટ થયું નહીં.
હવે  તો હું સિનિયર સીટીઝન થઇ ગયો છું.
ત્યારે મારાં ગીતો મને મદદ કરી રહ્યાં છે
કદાચ આપણે મળીએ પણ ખરા.
(પંકજદાંડી)