પ્રભુ,
અમે
મનુષ્યલોકના પ્રાણીઓ
મૃત્યુદેવથી આટલા બધા ડરીએ છીએ શા માટે ?
એવું કેમ શક્ય નથી,
અમે મૃત્યુદેવની પણ પૂજા કરીએ ?
એમને વેલકમ શા માટે નથી કહી શકતા ?
જો મૃત્યુદેવ તારા જ સંદેશ પ્રમાણે વર્તાતો હોય
તો પછી એનું આવવું અશુભ શા માટે ?
પણ એ અમને લઇ જાય પછી
અહીં રહી જાય છે આત્મા વિનાનું ઉજ્જડ ઘર.
આ ઉજ્જડતાને સજીવન કરે છે અંગદાન.
જો કે અમારો મર્યા પછી પણ મોહભંગ થતો નથી.
આથી જ અંગદાન બાબતે નિષ્ક્રિયતા જોવા મળે છે.
જોયું હતું ‘નોટો’ બદલાવવા તો ખુબ લાઈનો થઈ,
તો પછી અંગદાન ના દાતાઓની લાઈન કેમ નથી ???
(પંકજદાંડી)
No comments:
Post a Comment