પ્રભુ !
જમાનો બદલાતો જાય છે,
તારી હાજરીનો અણસાર કોઈનેય આવતો નથી.
જયાં ને ત્યાં proof માંગવામાં આવે છે.
જન્મ્યા હોવાનું proof, જીવતા
હોવાનું proof,
ભણ્યા હોવાનું proof, મર્યા
હોવાનું proof,
હદ થઇ જાય છે સર્જીકલ સ્ટ્રાઇકનું પણ proof માંગવામાં આવે છે.
કોઈ તું હોવાનું proof માંગે છે.
હું પ્રયત્ન કરી રહ્યો છું તે શોધવાનો.
હું શોધતો શોધતો તારે
દ્વારે આવું,
ડોરબેલ વગાડું,તો પ્રભુ,
‘હુ ઇઝ ધીસ’ પૂછવાને બદલે ડોર ઓપન કરજે.
મારે જોવો છે તને, તું કેવો દેખાય છે?
મારે કરવી છે તારી હયાતીની ખરાઈ.
અને એક સેલ્ફી તો બનતી હૈ....
(પંકજદાંડી)
No comments:
Post a Comment