તારા દર્શનનો અભ્યર્થી,
તારી
સ્કૂલનો વિદ્યાર્થી,
તારા દિલનો દીવાનો પાગલ હું હતો.
પીવું હતું દર્શન
નું અમૃત, ખોવો નો'તો એ લ્હાવો
ડાન્સ કરવોતો દિલથી
મારે, પ્રીત વગાડી પાવો,
તારી હસ્તીનો મતવાલો
આશક હું હતો...તારા
દર્શનનો અભ્યર્થી….
ગરબે ઘુમતી જયારે
તું, હું
હૈયે ઘણું હરખાતો,
ખાલી તારાં દર્શન ખાતર, લેતો ઘણો ચકરાવો,
તારા કેશ નગરનો
પાગલ હું હતો... ...તારા
દર્શનનો અભ્યર્થી….
રુમઝુમ રુમઝુમ પગલી,
સાથે મસ્તી ભરી અદાઓ
કમનીય તારી કાયા, ને રૂપ
તણાં લટકાઓ,
તારી હરણી જેવી
ચાલનો ચાહક હું હતો..
તારા દિલનો દીવાનો પાગલ હું હતો. ...તારા
દર્શનનો અભ્યર્થી….
(પંકજદાંડી)
No comments:
Post a Comment