તું શું બનીને આવીશ પ્રભુ?
હે પ્રભુ તારે સાચેજ
ધરતી પર પુનર્જન્મ લેવો
છે?
તું શું બનીને આવીશ
પ્રભુ?
જો રામ બનીને આવીશ
તો તારી જ જન્મભૂમિનો
વિવાદ તને નડશે
જો કાન બનીને આવીશ
તો ડિસ્કો વિના રાધા
ન આવશે
પીર-ફકીર બનીશ
તો શિયાનો કે સુન્નીનો
તેનો જવાબ આપવો પડશે
ઈશુ બનીશ તો વધસ્તંભ
ફરીથી તારીજ રાહ જોશે
બુદ્ધ,
મહાવીર કે નાનક બનીશ
તોય કપરી કસોટી લાવશે.
હે પ્રભુ તું સીધોસાદો
માણસ બનીને આવજે,
ગાંધી
બનીશ તો ગોળીએ દેવાઈશ,
સોક્રેટીસ
બનીશ તો ઝેરનો કટોરો
લઈશ
મંડેલા
બનીશ તો જેલમાં જઈશ,
શું વિચાર્યું પ્રભુ ?????
નથી આવવું ????
સારો વિચાર છે.
પણ પછી તારા “સંભવામિ
યુગે યુગે…….” નું શું ???
(પંકજદાંડી)
No comments:
Post a Comment