કેમ ન સર્જાય આપણી પ્રેમ કહાણી ?
તું મને ગમતી
નો'તી એવું ય નો'તું,
પણ ત્યારે 'આઈ
લાવ યુ' કહેવાની મારામાં
હિંમત નો'તી.
"તું મારી તાજી
યુવાનીનો પ્રથમ પ્યાર છે"
એવું સાચું બોલવાની કળા
નો'તી.
સંજોગો તો સાનુકુળ
હતા પણ આપણી બંનેની
ઉમર નડી,
અભિપ્રાય લેવામાં તારી કમર નડી,
ઉતાવળ કરવામાં મારી ઉંચાઈ નડી,
મારા પપ્પાનો ડર
નડ્યો, તારી મમ્મીની કડકાઈ નડી
ગુરુકુળનું ગ્રાઉન્ડ નડ્યું, આચાર્યનો અભિગમ
નડ્યો
અંતે મારા અને તારા 'પાર્ટનર' નડ્યા
મેં મારી પસંદગી શોધી લીધી, તેં તારી પસંદગી
શોધી લીધી,
અને રસ્તા જુદા થઇ ગયા
ટ્રેનના પાટાની જેમ સમાંતર થઇ ગયા
અને હજુ સુધી સમાંતર જ રહ્યા
જો તને મારા દિલની વ્યથા સમજાય તો સારું
છે
આ કથા લખવાનો પ્રયત્ન વ્યર્થ ન જાય તો સારું
છે.
(પંકજદાંડી)
No comments:
Post a Comment