Friday, August 28, 2015

કહેને કાન હું રાધા બનું કે મીરાં ?

કહેને કાન હું રાધા બનું કે મીરાં ?

કહેને કાન હું રાધા બનું કે મીરાં ?
રાધાએ રમાડ્યો રાસ, મીરાંએ વેઠ્યો ત્રાસ
કહેને કાન હું રાધા બનું કે મીરાં ?
રાધાના તેં માખણ ખાધાં, ઉપરથી પીધું ગોરસ
મીરાં એ પીધું ઝેર, માની લીધું અમૃત
કહેને કાન હું રાધા બનું કે મીરાં ?

રાધાની શ્યામ ઓઢણી ને મીરાંની ભગવી ચુંદડી
રાધાની વેદના વિરહની ને મીરાંની રાહ મિલાપની
રાધાનું વૃંદાવન ને મીરાંનું મેવાડ
કહેને કાન હું રાધા બનું કે મીરાં ?

મને વહાલાં સૌ, જે જીવન જીવે મીઠાં
જેવાં રાધાના રાસ ને મીરાંના મંજીરાં
ભલે બને તું રાધા કે મીરાં.

(પંકજદાંડી)


Friday, August 21, 2015

કાન તમે રાધાજીની તોલે ન આવો

'રામ તમે સીતાજીની તોલે ન આવો' કહીને ભગવાન શ્રી રામનો ઉધડો લઇ શકતો હોય તો શ્યામનો શા માટે નહિ ? તો ચાલો રાધાજીનો પક્ષ લઈને શ્યામને ખખ ડાવીએ

 કાન તમે રાધાજીની તોલે આવો

જ્ઞાન ના ભંડાર થઈને, રાસના રસીલા થઈને, છોને બંસીધર કહેવાઓ,
પણ કાન તમે રાધાજીની તોલે આવો,
મારા કાન તમે રાધાજીની તોલે આવો.
સુદર્શન ચક્ર ધરી, હસતુંરે મુખ રાખી,ગરબા ને રાસ છો રમાડો,
પણ કાન તમે રાધાજીની તોલે આવો,
મારા કાન તમે રાધાજીની તોલે આવો.
કાચા રે પ્રેમી તમે, ક્યાંના ભગવાન તમે? વિરહની વેદના શું જાણો?
તમારી સખી બની, રાસની રમઝટ રચી ,વૃંદાવન સાથે ત્યાગી દીધી ?
પ્રેમી થઈને પ્રેમિકાને પારખતાં ન આવડ્યું, છોને ઘટ ઘટના જ્ઞાતા થઇ ફુલાતા,
પણ કાન તમે રાધાજીની તોલે આવો,
મારા કાન તમે રાધાજીની તોલે આવો.
સારીયે જીંદગી જેણે, તારીજ રાહમાં, જમના કિનારે જવા દીધી,
અર્જુનના સારથી થઇ, ગીતાનું જ્ઞાન અને કર્મનો સિધ્ધાંત છો સમજાવ્યો,
અર્જુનના બાણથી કૌરવને હણ્યા તેમાં કર્યું શું પરાક્રમ, શું કામ વિજયનો લુંટ્યો લહાવો,
પણ કાન તમે રાધાજીની તોલે આવો
મારા કાન તમે રાધાજીની તોલે આવો
ચાર ચાર પટરાણી અને સોળસો રાણી, તોયે પત્ની નો'તી રાધા રાણી,
પત્નીથી વિશેષ થઈને પ્રેમિકાનો ભાવ એવો, ‘રાધા ક્રિષ્ન’ નામે પૂજાઈ,
પણ કાન તમે રાધાજીની તોલે આવો,
મારા કાન તમે રાધાજીની તોલે આવો. (પંકજદાંડી

Friday, August 14, 2015

ડાલ પર ડોલર કી ચીડિયા

આવતી કાલે 69માં સ્વાતંત્ર્યદિનની પૂર્વ સંધ્યાએ એક હળવા મુડ ની રચના

ગ્રીનકાર્ડ અને રેશનકાર્ડ વચ્ચે સંવાદ

જહાં ડાલ ડાલ પર ડોલર કી ચીડિયા કરતી હૈ બસેરા
વો અમરિકા હૈ મેરા, વો અમરિકા હૈ મેરા.

જહાં ગાંધી, ગૌતમ, રામ રહીમ કા હર પલ લગતા નારા
વો ભારત દેશ હૈ મેરા, વો ભારત દેશ હૈ મેરા.

યે ધરતી હૈ જહાં સાયન્ટીસ્ટ બોલતે નાસાકી ભાષા,
જહાં હર બાલક એક યુનિક હૈ ઔર યુનિક એક એક બાલા,
જહાં સુરજ સબસે લાસ્ટ આકે પુરા કરે એક ફેરા
વો અમરિકા હૈ મેરા, વો અમરિકા હૈ મેરા

યે ધરતી હૈ જહાં હમ ભી બોલતે અબ ઇસરોકી ભાષા
પર જહાં સબકો પૂછા જાતા – ‘જાતિ, ધરમ ઔર ભાષા’
જહાં મંગલયાનને બેસ્ટ કિયા, સસ્તા એક હી ફેરા,
વો ભારત દેશ હૈ મેરા

જહાં આસમાંસે બાતેં કરતે બિલ્ડીંગ ઔર ટાવર
જહાં બાથ કે લિયે ભી ઠંડા ગરમ શાવર
જહાં હોટેલ ઔર મોટેલ મેં હોતા હૈ બસેરા
વો અમરિકા હૈ મેરા

યહાં ભી હૈ ટાવર, મગર રોડ પે નહિ ડામર,
પીનેકા પાની નહિ તો કૈસે લાયે શાવર
જહાં લાખોં લોગ કરતે હૈ ફૂટપાથ પે બસેરા
વો ભારત દેશ હૈ મેરા

જહાં ટેક્ષ ભરતે ભરતે નિકાલ જાતા દમ,
ફિર ભી મુશ્કીલે હોતી નહિ કમ,
જહાં હર બાત મેં આતા હૈ ડોલર સબસે પેહલા
વો અમરિકા હૈ મેરા

જહાં ટેક્ષ કા કોઈભી મોડેલ નહિ હૈ ફિક્સ,
ફિર ભી પુરા દિન IPL, ફોર ઔર સિક્સ
એ ધરતી કહતી હૈ હર બાલક હૈ મેરા
વો ભારત દેશ હૈ મેરા

(પંકજદાંડી)

Tuesday, August 11, 2015

રાધાને પ્રત્યુત્તર

જો ભગવાન કૃષ્ણ પાછા ધરતી પર અવતરે તો શું તેઓ પીતાંબર પહેરીને વાંસળી વગાડે ના તેઓ તો આધુનિક હતાહવે આવે તો શુટેડ -બુટેડ કે જીન્સ અને ટીશર્ટ માં જોવામળે. વળી આધુનિક રાધા આમ કંઇ પ્રેમમાં થોડીજ પડી જાય !  એનેપણ મનાવવી પડે.
-----
હવે પાછો આવીશ તો આઈફોન થઈશ
નિત નવા ફીચર સાથે રાધાના હાથમાં રમતો રહીશ,
અને જીન્સની નવી બ્રાન્ડ થઈશ
રાધાની કમનીય કેટવોક કહેવાઇશ.........
તું દોડી આવે તો હું વેસ્ટર્ન મ્યુઝીક વગાડું......
હું તો હાર્ડ ડિસ્કમાં સેવ કરીને જન્મ્યો છું રાધા તારું નામ,
તું બ્યુટીફૂલ રાધા ને હું હેન્ડસમ કાન.....
હું બપોરનો સૂર્ય રાધા, તું પુનમનો ચાંદ.
મને એકવાર કાનો બનાવો મારાં રાધાજી
એકવાર કાનો બનાવો.....
હું તો ઝંખું છું એટલું ને એટલું રાધાજી,
એકવાર કાનો બનાવો....
તારા માટે હું સ્કાઈપ ડાઉનલોડ કરીશ,
વોટ્સ એપ પર ઇન્તજાર કરીશ,
મારા હૈયાની ઓફિસે તારાતે નામના કેટલાયે પાટિયાં મુકાવીશ.
તારાં નામના પાટિયાંથી શોભે મારું દ્વારરે.. 
એકવાર કાનો બનાવો...
તને નવરાતના સમ, તને દિવાળીના સમ
અહીં ઉતરાણમાં એકવાર આવરે,
ભલે ખોટું તો ખોટું પણ કાનજી કાનજી
એકવાર કહીને બોલાવ રે,
મને એકવાર કહીને બોલવરે ....
મારો પળમાં વીતી જાય નવો અવતાર રાધાજી 
એકવાર કાનજી બોલવ રે.
મને એકવાર કાનો બનાવો મારાં રાધાજી
 એકવાર કાનો બનાવો.....
( પંકજ દાંડી )



Sunday, August 2, 2015

કિતને દોસ્ત ફેબૂક પર

કિતને દોસ્ત ફેબૂક પર, એક મગર મુઝે આજ મિલા,
દેખકે ઉનકી પ્યારી સુરત દિલ મેરા ખુશહાલ હુઆ

કિસ્મત કા હૈ નામ મગર. કામ હૈ ફેસબુક વાલોં કા,
ખોજ દિયા હૈ દોસ્ત હમારા ગુમ હુઆ થા સાલોં સે
જી કરતા હૈ ગલે લગા નેઅપને   દોસ્તકો ચલું…… દેખકે ઉનકી

સેંકડો મિલ લમ્બી એ દૂરી, તય એક ક્લિક મેં હો જાતી
ઇસ સોસીયલ મીડિયા કે દ્વારા દિલકી બાત સુની જાતી
ફેસબુક પે હી સો ગયે હમ ઔર ઉઠતે હી ફેસબુક ચલા…… દેખકે ઉનકી

જીના હી બહેતર ઇસ હાલ મેં, નામ હૈ ઇસકા જિંદાદિલી
કૌન કમબખ્ત તય કર પાયા, દિલ સે દિલ કી દૂરી
દોસ્ત કો એક દોસ્ત મીલા, ઔર દોસ્તી કો લે આગે બઢા….. દેખકે ઉનકી

(પંકજદાંડી)