હતો શિયાળો અને ઠંડક રાધા
છે ઉનાળો અને ગરમાટ રાધા,
હશે ચોમાંસુને વરસાદ રાધા.
ઉઠાવ્યો સુદર્શન આંગળીએ ને બચાવી રાધા,
રેલાવ્યો સુર વાંસળીએ ને બોલાવી રાધા
ફેંક્યો કંકર મટકીએ ને રડાવી રાધા.
વગાડું વાંસળી હવે તો યાદ આવે રાધા
ચાખું માખણ હવે તો યાદ આવે રાધા,
રમું રાસ હવે તો યાદ આવે રાધા
(પંકજદાંડી )
No comments:
Post a Comment