Monday, October 12, 2015

રાત ગરબાની આવી છે



રાત ગરબાની આવી છે
જશે જરૂર મિલન સુધી,
મારું દિલ મને લઇ જશે
હવે મિત્રોથી  પ્રીતમ  સુધી.
ઘર સુધી, દ્વાર સુધી
રોડ સુધી, કાર સુધી,
ગરબે ઘુમીને જવું છે મારે
મુજ  સ્વજનના દિલ સુધી.
ઇન્ડિયન, કેનેડીયનગુજરાતી
હિંદુ છું  હજુ સુધી
ફ્રેંચ બોલું, ઈંગ્લીશ ભણું
ગણગણું ગુજરાતી કડી.
તપ છું પાર્વતી, બળ છું સીતા
પ્રેમ છું રાધા રૂડી,
શક્તિ છું સાવિત્રી, ભક્તિ છું મીરાં,
વ્યક્તિ છું જરા  જુદી
રાત ગરબાની આવી છે,
જશે જરૂર મિલન સુધી,

(પંકજદાંડી)






No comments:

Post a Comment