નાનકડા શબ્દ પર
જવું હતું
ઇન્ડિયા આજ સાંજની ફ્લાઇટે
ભરી હતી બેગ અગાઉથી ખરીદેલ ચીજે.
લીધી હતી
સર્વ ચીજો ગણી ગણીને
છતાંય જતો
હતો શું કઈંક ભૂલીને ?
મેં ટેબલ, કબાટ ને પલંગ
પર
દૃષ્ટિ
ફેરેવી સમગ્ર ઘર પર.
અરે તું તો
હજુ ત્યાં જ રહી હતી,
મારા
પુસ્તકના ખૂણે લખાયેલા નાનકડા શબ્દ પર.
(પંકજદાંડી)
No comments:
Post a Comment