ખબર નથી ક્યારે એ જ અનિશ્ચિત છે,
હું ‘શ્રી’ માંથી ‘સ્વ’ થઇ જઈશ એ નિશ્ચિત છે.
એક દિવસ હું ફોટામાં ફ્રેમ થઇ જઈશ,
દીવાલ ઉપર સુખડના હાર સાથે લટકી જઈશ.
દોસ્તો માટે હું સમાચાર થઇ જઈશ,
‘પંકજ પણ ગયો’ એવો મેસેજ થઇ જઈશ.
દુશ્મનો ને પછી મારા પર રહેમ થઇ જશે,
પણ મારા પછી એમના વારાનો વહેમ થઇ જશે.
(પંકજદાંડી)
No comments:
Post a Comment