આજ સવારે મારા ખોવાયા ભગવાન
ગૂગલમાં શોધ્યા ને યાહૂ માં તપાસ્યા,
ક્યાં ગયા
સીતારામ ?
રાધેશ્યામ ડોટ કોમ જઈ ઘણુંય સર્ચ કર્યું
મંદિરમાં
જઈ મુરતમાં શોધ્યા,
પણ ત્યાં ય
ન મળ્યા ઘનશ્યામ .
લેપટોપમાં
શોધ્યા ને પુસ્તકમાં શોધ્યા,
ગ્રંથ પુરાણ વાંચી વાંચીને હું થાક્યો,
પણ હું
ગાંડો જરાય ન સમજ્યો,
મારા
ભીતરમાં હતા ભગવાન.
(પંકજદાંડી)
No comments:
Post a Comment